Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

પાગલ પ્રેમીનો રોલ નિભાવવો ખુબ સરળ છે ઇશાન માટે

અભિનેતા ઇશાન ખટ્ટર મીરા નાયરની ફિલ્મ 'અ સૂટેબલ બોય'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે અડતાલીસ વર્ષિય અભિનેત્રી તબ્બુ સાથે રોમાન્સ કરી રહ્યો છે. ઇશાને કહ્યું હતું કે આ ફિલ્મમાં શુટીંગ વખતે તબ્બુ સાથે રોમાન્સ કરવાનું કામ મારા માટે ખુબ સરળ રહ્યું હતું. કારણ કે એ તબ્બુ છે અને એ જેની સાથે કામ કરતાં હોય તે અભિનેતાનું અડધુ કામ એમને એમ પુરૂ થઇ જતું હોય છે. મેં અગાઉ ધડક ફિલ્મ વખતે પણ કહ્યું હતું કે મારા માટે પાગલ પ્રેમીનો રોલ કરવાનું કામ સાવ સરળ છે. કારણ કે આ કામ ખુબ આકર્ષક છે.

તબ્બુ પણ આ રોલમાં ખુબ આકર્ષક દેખાય છે. હું એ માટે પણ ઉત્સાહીત છું કે લોકો સઇદા બાઇનું પાત્ર જૂએ. મેં તબ્બુને એક નિક નામ આપ્યું છે અને એ છે ટબાસ્કો. તબસ્સુમ માટે ટબાસ્કો જોરદાર લાગે છે. તબ્બુને કંઇ ભેટ આપવી હોય તો શું આપવાનું ગમશે? તે અંગે ઇશાને તરત જ કહ્યું હતું કે-મારું દિલ અને ગાલિબની કવિતાઓની બૂક. અ સૂટેબલ બોયમાં રામ કપૂર, વિજય વર્મા, વિનય પાઠક સહિતના કલાકારો પણ છે. ભારત સહિત ૨૦૦ દેશમાં આ ફિલ્મ દેખાડાશે. ઇશાન આ ઉપરાંત ખાલી-પિલી નામની ફિલ્મ પણ કરી રહ્યો છે.

 

(9:58 am IST)