Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

ટીવીના જાણિતા ધ કપિલ શર્મા શૉમાં અર્ચના પૂરનની જગ્યાએ ફરી નવજોતસિંહ કરશે એન્ટ્રી !!

શિલ્પા શેટ્ટીએ એક ફોટો અને વીડિયો શેર કરતા અટકળને વેગ મળ્યો

મુંબઈ : કપિલ શર્માના પ્રોગ્રામ ધ કપિલ શર્મા શૉ લોકોને હસાવી રહ્યો છે. શૉમાં હાલ અર્ચના પૂરન સિંહ ગેસ્ટ તરીકે ભૂમિકા અદા કરી રહ્યા છે. પરંતુ હવે શૉમાં ફરીથી નવજોતસિંહ સિદ્ધુ નજર આવશે તેવી ચર્ચા ચાલુ થઈ ચૂકી છે.

આ સમગ્ર ચર્ચામાં શિલ્પા શેટ્ટીએ એક ફોટો અને વીડિયો શેર કર્યો છે. એક વીડિયોમાં શિલ્પા કપિલ શર્મા સાથે ડાન્સ કરી રહી છે. અને કપિલ શર્મા સરદારજીના ડ્રેસમાં નજર આવે છે. કપિલે બ્લૂ કુર્તો અને પાયજામા સાથે પીળી પઘડી પહેરી છે. અને આ લૂકમાં કપિલ એકદમ નવજોત સિદ્ધુ જેવો નજર આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં પણ લોકો તેને નવજોતસિંહ સિદ્ધુની કોપી કહી રહ્યા છે. આ બીજી વખત છે કે, જ્યારે કપિલ શર્મા સિદ્ધુના લૂકમાં નજર આવ્યા છે.

(9:59 pm IST)
  • ભાજપને વિદેશી ભંડોળ મેળવવા અને કાળાનાણાને સફેદ બનાવામાં મદદ કરનારાઓને નાગરિકતા આપવામાં આવી રહી છે : મમતા બૅનર્જીનો આક્ષેપ access_time 9:00 pm IST

  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી તમામ 70 બેઠકો પર ચૂંટણી લડશે access_time 8:53 pm IST

  • સ્ટેટ બેંકે વ્યાજ દર ઘટાડ્યા : 1 થી 10 વર્ષ સુધીની એફ.ડી.ઉપર 0.15 પૈસાનો ઘટાડો : 10 જાન્યુઆરી 2020 થી અમલ access_time 12:51 pm IST