Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

દેશભક્તિથી છલોછલ છે 'મણિકર્ણિકા :ધ કવિન ઓફ ઝાંસી' નું સૉન્ગ :કંગના રનૌતે ભજવ્યું રાની લક્ષ્મીબાઈનું દમદાર પાત્ર

25મી જાન્યુઆરીએ હિન્દી અને તેલુગુ ભાષામાં એકસાથે ફિલ્મ થશે રિલીઝ

 

નવી દિલ્હી :બોલિવૂડની ક્વિન કંગના રનૌત રાણી લક્ષ્મીબાઈના દમદાર પાત્રમાં આવી રહી છે  હવે 'મણિકર્ણિકા : ક્વિન ઓફ ઝાંસી'નું બીજું ગીત રિલીઝ થયું છે. સાથે ફિલ્મના Jukeboxને પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.

ઝી મ્યુઝિકે પોતાને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મના Jukeboxને રિલીઝ કરી દીધું છે. ફિલ્મમાં કુલ 8 ગીતો છે પણ વીડિયોમાં માત્ર બે ગીત શેયર કરવામાં આવ્યા છે

  બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'મણિકર્ણિકાઃ ક્વીન ઓફ ઝાંસી'ની સ્ટોરી ભારતની આઝાદીની પ્રથમ લડાઈની કહાની છે, જે 1857માં લડાઈ હતી. રાની લક્ષ્મીબાઈનું દમદાર પાત્ર કંગના રણોત ભજવી રહી છે. ફિલ્મનું દિગ્દર્શન રાધા કૃષ્ણ જગરલમૂડીએ કર્યું છે. દેશની આઝાદીની લડાઈમાં 'ઝાંસી કી રાની'નું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. એવું કહેવાય છે કે, તેમની આંખોમાંથી ક્રાંતિ અને બળવાની આગ વરસતી જોવા મળતી હતી.

  ફિલ્મમાં ડેનીનો પણ ખાસ રોલ છે. તેઓ ગૌસ બાબાનો રોલ કરી  રહ્યા છે. ગુલામ ગૌસ ભારતીય સ્વતંત્રતા સેનાની હતા જે ખટ્ટર ખાન પરિવાર સાથે સંકળાયેલા હતા. તેઓ રાની લક્ષ્મીબાઈના સેનાપતિ હતા અને લક્ષ્મીબાઇ તેમને પ્રેમથી ગૌસ બાબા કહીને બોલાવતી હતી. સાથે તેઓ રાણી લક્ષ્મીબાઈના એડવાઇઝર પણ હતા

  ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર બનેલી મેગા બજેટ ફિલ્મ 'મણિકર્ણિકાઃ ક્વીન ઓફ ઝાંસી' આગામી 25 જાન્યુઆરીના રોજ હિન્દી અને તેલુગુ ભાષામાં એકસાથે રીલિઝ કરવામાં આવનારી છે. ફિલ્મમાં અતુલ કુલકર્ણી, જિશુ સેનગુપ્તા, સુરેશ ઓબેરોય, ડેની અને અંકિતા લોખંડે પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે

 

(11:55 pm IST)