Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

કરણ જોહરના શો પર શ્વેતાએ ખોલી બચ્ચન પરિવારની પોલ

મુંબઈ:હાલમાં અભિનેતા અભિષેક બચ્ચન તેમની બહેન શ્વેતા નંદા સાથે કરણ જોહરના બહુચર્ચિત શૉ, કૉફી વિથ કરણમાં સાથે જોવા મળશે. લગભગ પહેલો એવો ટૉક શૉ હશે જેમાં મહાનાયકના પુત્ર અને પુત્રી એકસાથે જોવા મળશે. શૉ દરમિયાન શ્વેતા દ્વારા અમિતાભ બચ્ચ્નથી લઇને ઘરના બધા સભ્યોની પોલ ખોલી હતી.હાલમાં સ્ટારવર્લ્ડ દ્વારા એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. પ્રોમોમાં કરણ જોહર અભિષેકને એવા સવાલ કરે છે કે જેના જવાબ આપવા અભિષેકને ભારે પડી જાયા છે. જ્યારે શ્વેતાને ઘરના સભ્યો વિશે પૂછતા તેણીએ પણ ઘરના બધા સભ્યોની પોલ ખોલી હતીકરણ જોહરે શૉ દરમિયાન અભિષેકને સવાલ પૂછ્યો હતો કે તેઓ ઘરે સૌથી વધારે કોનાથી ડરે છે, માતા જયાથી કે પત્ની એશ્વર્યાથી ? જ્યારે અભિષેક સવાલના જવાબમાં પોતાની માતા જયાનું નામ લે છે, પરંતુ એજ સમયે શ્વેતા અભિષેકને વચ્ચેથી કાપે છે અને એશ્વર્યાનું નામ લે છે. પાછળથી અભિષેક જણાવે છે કે સવાલ મારા માટે છે એટલે વાત પણ મારી માનવામાં આવશે.ખરેખર ભલે તમે દુનિયાના ગમે તે ક્ષેત્ર સાથે જોડાયેલા રહો, પરંતુ ભાઇ-બહેનો સંબંધ હંમેશા મજાક-મસ્તી સાથે જોડાયેલા હોય છે. હાલમાં જો અભિષેક અને એશ્વર્યાની વાત કરવામાં આવે તો અનુરાગની આગામી ફિલ્મ ગુલાબ જામુનને લઇને બન્ને જણા શૂટિંગમાં વ્યસ્થ છે. પહેલા જોડી 8 વર્ષ પહેલા આવેલી ફિલ્મ રાવણમાં એકસાથે જોવા મળી હતી.

(4:52 pm IST)