Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

આ ફિલ્મમાં પાકિસ્તાની ડાન્સરનો રોલ કરશે શ્રદ્ધા કપૂર

મુંબઈ:મોખરાના કોરિયોગ્રાફર કમ ફિલ્મ સર્જક રેમો ડિસોઝાની ડાન્સ આધારિત અનટાઇટલ્ડ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર ઇંગ્લેંડથી આવેલી પાકિસ્તાની ડાન્સરનો રોલ કરશે એવી માહિતી મલી હતી.ફિલ્મ માટે રેમોએ વરુણ ધવન સાથે મોખરાની અભિનેત્રી કેટરિના કૈફને સાઇન કરી હતી પરંતુ સુપર સ્ટાર સલમાન ખાનની ભારત ફિલ્મના કામ સાથે રેમેાની ફિલ્મની તારીખોનો ક્લેશ થતો હોવાથી કેટરિનાએ ફિલ્મ છોડી દીધી હતી. ત્યારબાદ રેમોએ શ્રદ્ધા કપૂરને લીધી હતી. યોગાનુયોગે રેમોની એબીસીડી (એનીબડી કેન ડાન્સ ટુ)માં પણ વરુણ અને શ્રદ્ધાની જોડી હતીરેમોના એક પ્રવક્તાએ કહ્યું હતું કે રેમો ફિલ્મ થ્રી ડાયમેન્શનમાં બનાવવા માગતા હોવાથી અગાઉની બંને એબીસીડી ફિલ્મો કરતાં ફિલ્મના ડાન્સ સ્ટેપ્સ અલગ પ્રકારના હશે. એટલે બંને મુખ્ય કલાકારોએ ડાન્સના સ્ટેપ્સ માટે વધુ મહેનત કરવીપડશે.ફિલ્મનો મોટા ભાગનો હિસ્સો ઇંગ્લેંડમાં શૂટ કરવાની રેમોની યોજના છે. ઉપરાંત કેટલોક હિસ્સો ઉત્તર ભારતમાં નયનરમ્ય લોકેશન પર શૂટ કરવાની રેમોની યોજના છે.

 

(4:48 pm IST)