Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ટીવી અભિનેત્રી જન્નત કદી નહિ કરે કિસીંગ સિન

ટીવી પરદે વર્ષ ૨૦૧૨માં સિરીયલ 'ફુલવા'માં બાળ કલાકાર તરીકે ફુલવાનો રોલ નિભાવી જાણીતી બનેલી જન્નત ઝુબેર હવે સત્તર વર્ષની થઇ ચુકી છે. જો કે તે હાલમાં પોતાની ઉમર કરતાં પણ વધુ મોટા રોલ નિભાવી રહી છે. 'તુ આશિકી' પછી 'આપકે આ જાને સે'માં કરણ જોતવાણી સાથે તેની જોડી બની છે. જન્નત કહે છે મને હમેંશા એવું કહેવાય છે કે હું મારી ઉમર કરતાં મોટી દેખાઉ છું. કદાચ એ માટે જ મને મોટા પાત્રો મળતા રહે છે. અભિનયને જ મહત્વનો ગણતી જન્નત કહે છે જ્યારે શુટીંગ નથી કરતી હોતી ત્યારે ખુબ બેચેન થઇ જાય છે. તુ આશિકી શોમાં અંતરંગ દ્રશ્યો આપવાની તેણે ના કહી શો છોડી દેવાની ધમકી આપી હતી. જન્નત કહે છે. કદાચ કોઇ સુપરસ્ટાર સામે હશે તો પણ હું કિસીંગ સીન કે એવા કોઇપણ સીન કરવા તૈયાર નથી.

 

(4:55 pm IST)