Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

દબંગ-૩નું શુટીંગ શરૂ થશે એપ્રિલમાં

સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં ફિલ્મ ભારતના શુટીંગમાં વ્યસ્ત છે. ચાહકો તેની અટકેલી ફિલ્મ દબંગ-૩ની પણ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યાં હવે નિર્માતા અરબાઝ ખાને કહ્યું છે કે દબંગ-૩નું શુટીંગ એપ્રિલથી શરૂ થઇજશે. જો કે હજુ લોકેશન નક્કી

થયું નથી. આ ફિલ્મનું નિર્દેશન પ્રભુદેવા કરશે. અરબાઝ આ વખતે માત્ર નિર્માતાનો રોલ નિભાવશે. આ પહેલાની દબંગ અને દબંગ-૨નું નિર્દેશન અરબાઝે કર્યુ હતું. દબંગ-૩ની કહાની નોએડાના પોલીસ અધિકારીની અસલી જિંદગી પર આધારીત હોવાનું કહેવાય છે. ચુલબુલ પાંડે સાથે સોનાક્ષી સિન્હા તથા વધુ એક હિરોઇન હશે. આ ઉપરાંત સલમાન પોતાની ભાણેજ એલિઝા અગ્નિહોત્રીને પણ  આ ફિલ્મમાં ખાસ રોલ આપશે. દબંગ-૩ દિવાળી કે ક્રિસમસના તહેવાર પર રિલીઝ થાય તેવી શકયતા છે.

(10:01 am IST)
  • ધોનીની સિક્સર સાથે ઓસ્ટ્રેલિયા સામે ભારતનો વિજય : છેલ્લા 6 બોલમાં 7 રનની જરૂર હતી ત્યાર પહેલા બોલે જ સિક્સર ફટકારી : વિરાટ કોહલીની સદી અને ધોનીની અડધી સદી સાથે જીત મેળવી access_time 5:41 pm IST

  • વરિષ્ઠ ધારાશાસ્ત્રી કે. એમ. નટરાજની ભારતના એડિશનલ સોલિસીટર જનરલ (ASG) તરીકેની નિમણૂક કરતા રાષ્ટ્રપતી શ્રી રામનાથ કોવિંદ access_time 11:25 pm IST

  • ઓડિસા : 14 વર્ષની સગીરાંથી છાત્રાવાસમાં જન્મેલ નવજાતનું મૃત્યુ ;પ્રિન્સિપાલ સહીત ચાર સસ્પેન્ડ : સગીરાનો આરોપ હતો કે તેણીને અને તેના નવજાતને છાત્રાલયમાંથી બહાર કાઢી મુક્યા હતા તેને એક જંગલમાં શરણ લીધું હતું :ઓડિસાના કંધમાલ જિલ્લામાં એક આદિવાસી આવાસીય વિદ્યાલયના છાત્રાવાસમાં 14 વર્ષની એક કિશોરીને જન્મેલ નવજાત શિશુનો મોટ થતા ચકચાર ;આઠમાં ધોરણની છાત્રાએ એક નવજાતને જન્મ આપ્યો હતો access_time 12:27 am IST