Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સુશાંતસિંહ પાસે અધધધ ડઝન ફિલ્મોની ઓફર

સુશાંતસિંહ રાજપૂતની ફિલ્મ કેદારનાથ ભલે હિટ નિવડી ન હોઇ, આમ છતાં તેને આ ફિલ્મને કારણે ઘણો ફાયદો થયો છે. તેની સોનચિડીયા ફિલ્મ હવે રિલીઝ થવાની છે. સુશાંતને સતત ફિલ્મોની ઓફર મળી રહી છે. હાલમાં જ તેને અલગ-અલગ ૧૨ ફિલ્મોની ઓફર એક સાથે મળી છે. આ તમામ નિર્માતા સાથે તે વાતચીત કરી રહ્યો છે. તે કહે છે હું હાલ તો આ ડઝનબંધ ફિલ્મો માટે વાતચીત કરી રહ્યો છું, પણ મને ખબર નથી કે આમાંથી કેટલી ફિલ્મ હું કરીશ. હાલમાં ચંદા મામા દૂર કે અને પૈરાલંપિયન મુરલીકાંત પેટકરની એક બાયોપીકનું કામ હાથ પર છે. સુશાંતસિંહ કહે છે હું જે ફિલ્મો પસંદ કરીશ તેની ફી કેટલી મળે છે એ બાબત પણ મહત્વની છે. 'કિઝી ઓૈર મૈની' અને 'છીછોરે' નામની ફિલ્મો સાઇન કરી લીધી છે.

(10:01 am IST)