Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

પ્યાર કા પંચનામાથી બોલિવૂડમાં ઓળખ બનાવનાર ડાયરેક્ટર લવ રંજનની ફિલ્મ જય મમ્મી દી ફિલ્મનું ટ્રેલર રિલીઝ

નવી દિલ્હી: ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી બોલીવુડમાં પોતાની ઓળખ બનાવનાર ડાયરેક્ટર લવ રંજન હવે નિર્માતા તરીકે ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. તેમણે પોતાની પહેલી ફિલ્મ 'જય મમ્મી દી' આજે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મના ટ્રેલરને જોઇને તમે પણ પોતાનું હસુ રોકી ન શકો. કારણ કે અહીં કહાની બોલીવુડના જૂના ફોર્મૂલાથી ખૂબ અલગ જોવા મળી રહી છે.

આ ફિલ્મ લવ રંજન અને ભૂષણ કુમારના બેનર હેઠળ આ ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મની કાસ્ટની વાત કરીએ તો એકવાર ફરી લવ રંજને પોતાના મનપસંદ એક્ટર સની સિંહ અને સોનાલી સહગલને હીરો-હિરોઇન તરીકે લીધા છે.

આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક, સની સિંહની માતા બની છે તો પૂનમ ઢિલ્લોન સોનાલી સહગલના માતાના પાત્રમાં છે. બંનેના ટ્રેલરમાં 'મોગેંબો' અને 'ગબ્બર'ના નામથી મુલાકાત કરાવી છે. બંનેના બાળકોમાં પ્રેમ થઇ જાય છે અને કહાનીમાં આવે છે રસપ્રદ ટ્વિસ્ટ.

તમને જણાવી દઇએ કે 'જય મમ્મી દી' નવજોત ગુલાટી દ્વારા લેખિત અને નિર્દેશિત છે. ટી સીરીઝના ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર અને લવ ફિલ્મ્સના લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા નિર્મિત આ ફિલ્મ 17 જાન્યુઆરી 2020માં રિલીઝ માટે તૈયાર છે.

 

(5:41 pm IST)