Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

અભિનેત્રી સની લિયોનીની ફિલ્મ રાગીણી એમએમએસ રિટર્ન ૨નું ટ્રેલર રિલીઝઃ લવ, એકશન, રોમાન્સ, ડર અને સેક્સના રંગ જોવા મળશે

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીની વેબસિરીઝ Ragini MMS Returns 2નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં લવ, એક્શન, રોમાન્સ, ડર તેમજ સેક્સના રંગ જોવા મળશે. ટ્રેલરમાં સની સિવાય આરતી ખેત્રપાલ, ઋષિકા નાગ, આધ્યા ગુપ્તા, વિક્રમ સિંહ રાઠોડ, વરૂણ સુદ અને દિવ્યા અગ્રવાલ જેવા અનેક કલાકારો જોવા મળશે.

ટ્રેલરની શરૂઆતમાં સની કે છે કે હું અહીંયા વિક્ટોરિયા વિલાના સિક્રેટ્સ જાણવા આવી છું. આ ડાયલોગ પછી શરૂ થાય છે ડરની રમત. આ વિલામાં હાજર ભૂતડી પોતાનો રંગ દેખાડે છે. ટ્રેલરમાં બોલ્ડ દ્રશ્યોની પણ હારમાળા છે.

થોડા દિવસ પહેલાં સનીએ ઇન્સ્ટાગ્રામ પર આ વેબસિરીઝનું પોસ્ટર પણ શેયર કર્યુ હતું. સનીની વાત કરીએ તો તે બિગ બોસને કારણે ચર્ચામાં આવી હતી. આ પછી તેણે જિસ્મ 2, હેટ સ્ટોરી 2, એક પહેલી લીલા, મસ્તીઝાદે તેમ કુછ તો લોચા હૈ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

(5:38 pm IST)