Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

કરિનાએ પોતાના જ 'નામ'ની પહેરી સાડી

મુંબઈઃ બોલિવૂડની ફેશન આઈકન કરીનાના પોતાના સ્ટાઇલ સ્ટેટમેન્ટને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ કરિનાએ પોતાની આગામી ફિલ્મના પ્રમોશન દરમિયાન તેને પોતાના નિકનેમ 'બેબો' પ્રિન્ટેડ સાડી પહેરીને તમામને સ્તબ્ધ કરી દીધા હતા.

ઈન્ટરનેટ પર કરીના કપૂરના લેટેસ્ટ ફોટો વાઈરલ થયા છે. આ ફોટોમાં કરીનાએ સાડી પહેરી છે અને એ પણ ખાસ સાડી છે. વાત જાણે એમ છે કે કરીના કપૂરે જે સાડી પહેરી છે તેમાં તેના પર તેનું નામ છે 'Bebo' આ સાડી જોતા લાગે જ કે ખરેખર કરીના જે કહે છે તે સાચુ જ છે કે મેં અપની ફેવરીટ હું. સાડી પર લખ્યુ છે 'Bebo'

આ મહિનાના અંતે કરીનાની ફિલ્મ ગુડન્યુઝ બોકસ ઓફિસ પર આવી રહી છે. ૨૭ ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં અક્ષય કુમાર તેના પતિનો રોલ નિભાવી રહ્યો છે.

(3:18 pm IST)