Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

કોફી વિથ કરણની ફિનાલેમાં દેખાશે પ્રિયંકા અને કરીના

પ્રિયંકા ચોપડા અને કરીના કપૂર ખાને બુધવારે કરણ જોહર સાથે તેના શોનું શૂટિંગ કર્યુ છે. 'કોફી વિથ કરણ' ની હાલમાં છઠ્ઠી સીઝન ચાલી રહી છે. આ શોમાં ઘણી સેલિબ્રિટીઝ જોવા મળી છે અને ઘણા નવા ચહેરા પણ જોવા મળ્યા છે. કરણ તેની આ સીઝનના ફિનાલેને એકદમ ધમાકેદાર બનાવવા માગે છે અને એથી જ તેણે એક અલગ જોડીને પસંદ કરી છે. આ શોના ફિનાલેમાં કરીના અને પ્રિયંકા દેખાશે. શૂટિંગ દરમ્યાનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં કરણ જોહરે લખ્યું હતું કે મેગા સુપરસ્ટાર ગર્લ્સ પ્રિયંકા ચોપડા અને કરીના કપૂર ખાન સાથે સીઝન ફિનાલેનું શૂટિંગ કર્યું. (પ-૯)

(11:49 am IST)