Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

મલાઇકા અરોડાનો પહેલો પ્રેમ છે મોડેલિંગ

પતિ અરબાઝ ખાન સાથેથી છૂટાછેડા લીધા બાદ અર્જૂન કપૂર સાથેની મિત્રતાને કારણે ચર્ચામાં રહેતી મલાઇકા અરોડાએ તાજેતરમાં કહ્યું હતું કે ફિલ્મો કરતાં તેને મોડેલિંગ પ્રત્યે વધુ પ્રેમ રહ્યો છે. પહેલેથી જ મોડેલિંગ તેના માટે વધુ મહત્વનું છે. કારકિર્દીની શરૂઆતમાં તેણે ખુબ મોડેલિંગ કર્યુ હતું. લેકમે ફેશન વિક સમર-રિસોર્ટ ૨૦૧૯ની આગામી સિઝનમાં મલાઇકાને મોડેલ ઓડિશન માટે જજનું કામ મળ્યું છે. મલાઇકાએ કહ્યું હતું કે મારા જીવનમાં હમેંશા માટે મોડેલિંગને એક ખાસ જગ્યા મળી છે. હું મારા મોડેલિંગના પ્રારંભિક દિવસોને સતત યાદ કરતી રહુ છું. મેં જે શિખ્યું છે તે અહિ આવેલી તમામ મોડેલને હું જણાવવા ઇચ્છુ છું. લેકમે ફેશન વિકમાં મને જજ બનાવવામાં આવતાં હું ખુબ રોમાંચિત છું.

(9:33 am IST)