Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

ફરી વખત પોલીસ ઓફિસર બનશે રાનીઃ જબરદસ્ત સ્ક્રિપ્ટ

બોલીવૂડમાં હાલમાં સિકવલ ફિલ્મોની બોલબાલા છે. સતત એક પછી એક સિકવલ આવી રહી છે. તેમાં હવે રાની મુખર્જીની મર્દાની-૨ પણ સામેલ થઇ ગઇ છે. રાનીની ફિલ્મ મર્દાનીને ચાહકોએ અને વિવેચકોએ ખુબ પસંદ કરી હતી. જેમાં રાનીએ પોલીસ ઓફિસરનો રોલ નિભાવ્યો હતો. બાળ તસ્કરી જેવા ગંભીર મુદ્દા પર એ ફિલ્મ બની હતી. હવે યશરાજ ફિલ્મ્સ રાની મુખર્જીને લઇને મર્દાની-૨ બનાવવા તૈયારી કરી રહ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન ગોપી પુથરન કરશે. ગોપીએ અગાઉ મર્દાનીની કહાની લખી હતી. આદિત્ય ચોપડા આ ફિલ્મના નિર્માતા છે. શુટીંગ આવતા વર્ષે શરૂ થશે અને એ વર્ષમાં ફિલ્મ જ રિલીઝ કરવામાં આવશે. રાનીએ કહ્યું હતું કે મર્દાની ફિલ્મ પ્રત્યે મને ખુબ લાગણી છે. હવે મર્દાની-૨ બનતી હોવાથી હું અત્યંત ખુશ છું. ગોપીએ ફરીથી જબરદસ્ત સ્ક્રિપ્ટ લખી છે. શુટીંગ માટે હું બેકરાર છું. 

(5:03 pm IST)