Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

અક્ષય કુમારે ટ્વીટર પર શેર કર્યું ફિલ્મ 'પૈડમેન'નું પોસ્ટર

મુંબઈ:બોલીવુડમાં પોતાના અભિનયથી ઓળખ બનાવનાર અભિનેતા અક્ષય કુમાર તેમની  આગામી ફિલ્મ 'પૈડમેન'સાથે તૈયાર છે.આ ફિલ્મનું બીજું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.પોસ્ટરમાં તેમની સાથે મુખ્ય પાત્રમાં જોવા મળી રહેલ અભિનેત્રી રાધિકા આપ્ટે પણ નજરે પડી રહી છે.આ પોસ્ટરમાં બન્ને દેસી લુકમાં જોવા મળી રહ્યા છે અક્ષય કુમારે તેમના ટ્વીટર એકાઉન્ટ પર આ પોસ્ટર રિલીઝ કરતા લખ્યું છે કે , મારી પત્ની પણ પૂછી રહી છે કે ટ્રેલર ક્યારે આવી રહ્યું છે?????ફિલ્મમાં અક્ષય કુમાર,રાધિકા આપ્ટે અને સોનમ કપૂર મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે તેમજ આ ફિલ્મની કહાની અરુણાચલમ મરુનાથમ જીવન પર આધારિત છે.

(5:48 pm IST)