Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

'મોન્સૂન શૂટઆઉટ'નું પ્રમોશન નહીં કરે નવાઝુદીન સિદ્દીકી

મુંબઈ:ટોચનો અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની લેટેસ્ટ ફિલ્મ મોન્સૂન શૂટઆઉટના પ્રમોશનમાં સહભાગી થવાનો નથી એવી માહિતી મળી હતી.

તાજેતરમાં પ્રગટ થયેલી એની આત્મકથામાં એણે પોતાની કહેવાતી ભૂતપૂર્વ પ્રિયતમાઓ વિશે કરેલા ઉલ્લેખ પછી ભારે વિવાદ સર્જાયો હતો અને એક એક્સ ગર્લફ્રેન્ડે તો કોર્ટમાં કેસ સુદ્ધાં માંડયો હતો. એટલે દોસ્તો સ્નેહીઓએ નવાઝુદ્દીનને એવી સલાહ આપી હતી કે વિવાદ આપમેળે શમી જાય ત્યાં સુધી તારે લો પ્રોફાઇલ રાખવો. જાહેરમાં બહુ આવવું નહી કે જાહેર નિવેદન કરવું નહીં. મિડિયા સાથે વાત કરવી નહીં. એટલે પોતાની આ ફિલ્મના પ્રમોશનમાં નવાઝ સામેલ થવાનો નથી એવું જાણવા મળ્યું હતું.

(5:46 pm IST)