Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

હું ફલોપ ફિલ્મો નથી આપતીઃ સોનમ કપૂર

સોનમ કપૂર હાલમાં પોતાના હોમ પ્રોડકશનની ફિલ્મ વીરે દી વેડીંગના કામમાં જોડાયેલી છે. બોલીવૂડની આ ફેશન કવીનની અક્ષય કુમાર સાથેની પેૈડમેન પણ ચર્ચામાં છે. સોનમે કહ્યું હતું કે તેણે છેલ્લા ચાર વર્ષમં એક પણ ફલોપ ફિલ્મ ફલોપ આપી નથી. રાંઝણા, નિરજા સહીતની સફળ ફિલ્મો તેણે આપી છે. તાજેતરમાં જ સોનમે કહ્યું હતું કે અભિનેતા અને અભિનેત્રીઓને એક સરખી ફી મળવી જોઇએ. તેણે એમ પણ કહ્યું હતું કે લીંગભેદ રાખીને કામ કરનારા સાથે પોતે કદી કામ કરવાની નથી. સોનમે કહ્યું હતું કે રાંઝણા ફિલ્મમાં મારા કરતાં ધનુષને વધુ પૈસા અપાયા હતાં. રાંઝણા પછી મેં બોકસ ઓફિસ પર એકેય ફલોપ ફિલ્મ આપી નથી. હમને ખબર છે કે હું કેટલી લાયક છું. વીરે દી વેડીંગમાં સોનમ સાથે કરીના કપૂર પણ છે.

(8:49 am IST)