Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

આર્થિક ભીંસ અનુભવી રહી છે ટીવી અભિનેત્રી જયા

એવા અનેક ટીવી કલાકારો હોય છે જેને દર્શકો જે તે શો ટીવી પર ચાલુ હોય ત્યાં સુધી યાદ રાખતા હોય છે. બાદમાં અમુક કલાકારોને તો બીજા શો પણ માંડ-માંડ મળતા હોય છે. ટીવી પરદાની ખુબ જાણીતી અભિનેત્રી જયા ભટ્ટાચાર્ય કે જેણે ફિલ્મોમાં પણ કામ કર્યુ છે તે હાલમાં આર્થિક મુશ્કેલીઓ સામે ઝઝુમી રહી છે. તેણે એક વેબસાઇટના ઇન્ટરવ્યુમાં આ વાત કહી હતી. કયું કી સાસ ભી કભી બહૂ થી નામના શોમાં પાયલનો રોલ નિભાવીને જયા ખુબ જાણીતી બની હતી. તેની સાથે આ સિરીયલમાં મુખ્ય રોલ નિભાવનાર સ્મૃતિ ઇરાની હાલમાં કેન્દ્રીય મંત્રી છે. જયાએ છેલ્લે કલર્સના શો પ્યાર કી થપકીમાં વસુંધરાનો રોલ નિભાવ્યો હતો. કસમ સે, કેસર, હાતિમ સહિતના શો પણ તેણે કર્યા છે. જયાએ કહ્યું હતું કે તેના ૭૯ વર્ષના માતા હોસ્પિટલમાં છે અને તેની સારવારમાં તમામ બચત વપરાઇ ગઇ છે.

(8:48 am IST)