Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સલમાન ખાને આપી સલમાન અલીને તકઃ પહોંચ્યો બોલીવૂડ

સુપરસ્ટાર સલમાન ખાન શાનદાર ફિલ્મો આપવાની સાથો સાથ નવા કલાકારોને બોલીવૂડમાં તક પણ આપતો રહે છે. અભિનય ઉપરાંત સંગીત, ગાયકીમાં કુશળ કલાકારોને પણ તે તક આપે છે. હિમેશ રેશમીયા સહિતના કલાકારો તેના ઉદાહરણ છે. હવે સલમાને ઇન્ડિયન આઇડલ-૧૦ના વિજેતા સલમાન અલીને દબંગ-૩ના એક ગીતમાં તક આપતાં સલમાન અલીની ખુશીનો પાર નથી. તેણે ગાયેલા ગીતના શબ્દો આવારા...છે. આ ગીતમાં સલમાન અલીએ દમદાર અવાજનો જાદૂ વેર્યો છે. તેણે પોતાની ગાયકીથી ભલભલા મોટા ગાયકોને ચોંકાવી દીધા હતાં અને રાતોરાત દેશભરમાં છવાઇ ગયો હતો. ટીવી પરદેથી હવે તે બોલીવૂડમાં એન્ટ્રી કરી ચુકયો છે. સલમાન અલીએ ગાયેલા આ ગીતમાં સાજીદ-વાજીદે સંગીત આપ્યું છે. આ વખતે દબંગ-૩માં મુન્ની નહિ પણ મુન્નો બદનામ થશે.

(9:55 am IST)