Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

રીટા રિપોર્ટર...પ્રિયાના ઘરે બંધાશે પારણુ

ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજા રાજદેએ ખૂબ જ શાનદાર રીતે સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રેગ્નેન્સીના ગુડન્યુઝ પોતાના ચાહકો સાથે શેર કર્યા હતા.  પ્રિયા હાલમાં પોતાની પ્રેગનન્સીનો આનંદ લઇ રહી છે. તે પોતાના પહેલા બાળકના આ દુનિયામાં આવવાની રાહ જોઈ રહી છે. પ્રિયાના બેબી શાવરની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. હાલમાં જ પ્રિયા આહુજા ઉર્ફે રીટા રિપોર્ટરએ તેના ફેમિલી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું, આ ફોટો શૂટમાં પ્રિયા સાથે તેના પરિવારજનો તેમજ કો-સ્ટાર પણ હતાં. તો પ્રિયાના બે પાલતુ કૂતરા પણ આ ફોટોશૂટનો ભાગ બન્યા હતાં. ફોટોશૂટમાં પ્રિયાએ ફલાવર પ્રિન્ટનો વ્હાઇટ કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. એક ફોટોમાંં પ્રિયાનો પતિ માલવ રાજદા બેબી બમ્પ પર કિસ કરતો નજરે ચડે છે. પ્રિયાએ તારક મહેતા કે ઉલ્ટા ચશ્માના ચીફ ડાયરેકટર માલવ સાથે લગ્ન કર્યા છે.

(9:55 am IST)