Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

દીપિકા-રણવીરસિંહના કોંકણી વિધિથી લગ્ન સંપન્ન :સી-પ્લેનમાં બેસીને લગ્નસ્થળે પહોંચ્યો રણવીર ;લગ્નની તસવીરો આવી બહાર

લેક કોમો: ઇટલીનાં લેક કોમોમાં રણવીર-દીપિકાનાં લગ્ન થઇ ગયા છે. ભારતીય સમય અનુસર આજે બપોરે 2.30થી 5.30 વાગ્યા સુધીમાં કોંકણી વિધિથી લગ્ન થયા છે. રણવીર સિંહ સી-પ્લેનમાં બેસીને લગ્ન સ્થળે પહોચ્યો હતો. 

 

   લેક કોમો શહેરનું વાતાવરણ સારુ ન હોવાને કારણે અત્યાર સુધી વાતો હતી કે આ લગ્ન કાસ્ટા ડિવા રિસોર્ટ કે જ્યાં તમામ પરિવાર અને મિત્રોને ઉતારો આપવામાં આવ્યો છે ત્યાં લગ્ન કરવામાં આવશે. જોકે, સૂરજ ઉગતા જ 13મી સદીમાં બનાવવામાં આવેલી Villa del Balbianello હોટલમાં લગ્ન કરવામાં આવી રહ્યાં છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, Villa del Balbianelloમાં મહેમાનો આવી ગયા છે. માનવામાં આવે છે કે 8-10 યૉટમાં 30-40 મહેમાનો આવ્યા છે.

(9:38 pm IST)