Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

'ભાભીજી ઘર પર હૈ' ફેમ સોમીયા બનશે માં

મુંબઈ:ભાબીજી ઘર પર હૈ …નામની બહુર્ચિચત કોમેડી સિરિયલની અનિતા ભાભી ઉર્ફે સોમિયા ટન્ડન રીલ લાઈફમાં નહીં પરંતુ રીયલ લાઈફમાં પ્રેગનન્ટ છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર બ્લૂ ડ્રેસમાં પોતાનો લેટેસ્ટ ફોટો અપલોડ કર્યો છે, જે બોલિવુડનાં જાણિતા ફોટોગ્રાફર સચિન દ્વારા ક્લીક કરાયો છે.નીચે કેપ્શનમાં તેણે લખ્યુ હતુ કે તે ખુબ ખુશ છે અને બધાને જણાવવા માગે છે કે તે રીયલ લાઈફમાં  પ્રેગનન્ટ છે. તે ચાહકો પાસે બ્લેસિંગ્સ માગી રહી છે.કુદરતે તેને અનેરો અવસર આપ્યો તેને તે પૂરી નિષ્ઠાથી નિભાવશે અને માતૃત્વને એન્જોય કરશે તેવુ પણ લખ્યુ હતુ. જોકે શો છોડશે કે નહીં તે અંગે કોઈ ચોખવટ કરી નથી.

(2:43 pm IST)