Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

કેદારનાથમાં પૂરના દ્રશ્યો માટે વેડફાયું 50 લાખ લીટર પાણી

સુશાંતસિંહ રાજપૂત અને સારા અલી ખાનની ફિલ્મ કેદારનાથમાં ૨૦૧૩માં આવેલા ભયાનક પૂરનાં દૃશ્યો ફિલ્માવવા માટે ૫૦ લાખ લિટર પાણીનો ઉપયોગ કરાયો હતો. સૂત્રના જણાવ્યા મુજબ માટે ૪૭૦ ટેન્કર્સની જોગવાઈ કરવામાં આવી હતી. ખપોલીમાં બનાવેલી મોટી ટેન્કમાં ઠાલવવામાં આવ્યું હતું. ટેન્કમાં કેદારનાથનો સેટ બનાવવામાં આવ્યો હતો. અગાઉ પણ માય નેમ ઇઝ ખાનમાં પૂરનાં દૃશ્યો ફિલ્માવવા ૨૦૦ વોટર ટેન્કર (૨૪ લાખ લિટર) પાણીનો ઉપયોગ થયો હતો. જ્યારે તુમ મિલેમાં મુંબઈમાં આવેલા પૂરને ફિલ્માવવા ૨૦૦ ટેન્કર પાણી મગાવાયું હતું.

(2:41 pm IST)