Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

2019માં ફ્લોર પર જશે ફિલ્મ મુન્નાભાઈ-3

મુંબઇ: સિનિયર અભિનેતા સંજય દત્તને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી હિટ મુન્નાભાઇ સિરિઝની ત્રીજી કડી આવતા વર્ષની આખર સુધીમાં ફ્લોર પર જશે એમ સિરિઝમાં સર્કિટનો રોલ કરનારા કોમેડિયન અર્શદ વારસીએ કહ્યું હતું.પહેલી કડી મુન્નાભાઇ એમ બી બી એસમાં સંજય દત્ત સાથે એના અભિનેતા પિતા સુનીલ દત્ત પણ ચમક્યા હતા. ફિલ્મમાં મેડિકલ કૉલેજના ડીન તરીકે બોમન ઇરાની ચમક્યા હતા અને ફિલ્મ પછી બોમન રાતોરાત સ્ટાર ગણાતો થઇ ગયો હતો.અર્શદ વારસીએ ફિલ્મમાં મુન્નાભાઇના જમણા હાથ જેવા સર્કિટનો રોલ કર્યો હતો. એણે કહ્યું કે મને ખુદ ફિલ્મ સર્જક રાજકુમાર હીરાણીએ માહિતી આપી હતી કે મુન્નાભાઇ થ્રીની સ્ક્રીપ્ટ લગભગ તૈયાર છે પરંતુ હાલ મારા હાથમાં જે પ્રોજેક્ટ્સ છે પૂરા કર્યા બાદ આવતા વર્ષે હું ફિલ્મને ફ્લોર પર લઇ જવા વિચારું છું. હાલ અર્શદ વારસી સની દેઓલની ભૈયાજી સુપરહિટ ફિલ્મ રજૂ થવાની વાટ જોઇ રહ્યો છે. ફિલ્મ એની કારકિર્દીને જોરદાર પુશ આપે એવી એની અપેક્ષા છે. છેલ્લે અજય દેવગણની ગોલમાલ અગેનમાં દેખાયો હતો. ફિલ્મ હિટ નીવડી હતી.  જો કે એને અત્યાર સુધીમાં સૌથી વધુ યશ મુન્નાભાઇની સિરિઝથી મળ્યો છે હકીકત નકારી શકાય એમ નથી.

(2:40 pm IST)