Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

કરણ જોહરે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની રિલીઝ ડેટ બદલી

મુંબઇ: ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરે ભારતીય સુપરહીરોની પોતાની ટ્રિલોજીની પહેલી કડી બ્રહ્માસ્ત્રની રિલિઝ ડેટ  બદલાવી હોવાની ઔપચારિક જાહેરાત કરી હતી.રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રૉયને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી બ્રહ્માસ્ત્ર મોખરાના એક્શન સ્ટાર અક્ષય કુમારની મિશન મંગળ સાથે રજૂ થવાની હતી. આમ બે ફિલ્મો બોક્સ ઑફિસ પર ટકરાય એવી શક્યતા હતી. ટાળવા કરણ જોહરે પોતાની ફિલ્મની રિલિઝ ડેટ બદલાવી રહ્યો હોવાની જાહેરાત કરી હતી.  મૂળ ફિલ્મ ૨૦૧૯ના ઑગષ્ટની ૧૫મીએ રજૂ થવાની હતી. દિવસે અક્ષય કુમારની મિશન મંગળ પણ રજૂ થવાની હતી. એટલે બે મોટી ફિલ્મોની ટક્કર થવાની શક્યતા હતી. બંનેમાંથી એકને અસર થવાની પૂરી શક્યતા હતી.કરણ જોહરે તરત વેપારી બુદ્ધિ વાપરીને પોતાની ફિલ્મની રિલિઝ ડેટ બદલાવી નાખી હતી. એણે જાહેર કર્યું હતું કે અમારી બ્રહ્માસ્ત્ર હવે ૨૦૧૯ની ક્રિસમસ પર રજૂ થશે.

 

(2:42 pm IST)