Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

વિશ્વ હિન્દુ પરિષદ નહીં રિલીઝ થવા દે ''કેદારનાથ''

હિન્દુઓના ધાર્મિક આસ્થાના સ્થળને લવ-સટોરી સાથે જોડી દેવાની વાતથી આવેલા આ આક્રોશમાં બજરંગ દળ પણ જોડાયું

મુંબઇ તા ૧૪ : સુશાંત સિંહ રાજપુત અને સારા અલી ખાત સ્ટાર '' કેદારનાથ'' નો પ્રોમો રિલિઝ થયો ત્યારતી જ વિવાદનો ગણગણાટ શરૂથઇ ગયો હતો, પણ ફિલ્મના ટ્રેલર સાથે હવે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે સંયુકત એલાનકર્યુ છે કે આ ફિલ્મને રિલીઝ થવા દેવામાં નહીં આવે. હિન્દુ પરિષદના ઇન્ટરનેશનલ વર્કિગ પ્રેસિડન્ટ આલોકકુમારે કહ્યું હતું કે 'હિન્દુઓની ધાર્મિક આસ્થાના સ્થળ અને દેશના બાર જયોતિલિંગ પૈકીના અગિયારમાં સ્થાન પર આવતા કેદારનાથને લવ-સ્ટોરી સાથે જોડી દેવામાં આવે, જેમાં હીરો મુસલમાનહોય એ ધાર્મિક સંગઠનલ ચલાવી નહીં લે. અમે આ ફિલ્મ રિલીઝ થવાનહીં દઇએ. અમારી માગણી છે કે ફિલ્મનું નામ બદલવામાં આવે અને આખી ફિલ્મમાંથી ભગવાન કેદારનાથનું નામ હટાવી દેવામાં આવે જો એવું નહીં થાય તો અમારે નાછુટકે હિંસાત્મક રસ્તો લેવો પડશે.'

વિશ્વ હિન્દુ પરિષદ સાથે બજરંગ દળ પણ જોડાયું છે અને એણે પણ માગણી કરી છે કે ફિલ્મ સાથે કેદારનાથનું નામ ન જોડવું. જો જાડવામાં આવશે તો ફિલ્મ રિલીઝ કરવા દેવામાં નહીં આવે.

મુખ્ય વાંધો કઇ બાબત સાથે ?

ફિલ્મના ટ્રેલરના એક દ્રશ્યમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે મુસલમાન હીરો સાથે હિન્દુ હિરોઇન મેરેજ કરવા માગે છે, પણ  હિરોઇનનો પરિવાર રાજી નથી. એવા સમયે હિરોઇન સારા અલી ખાનએવું બોલે છે કે હવે તો (કેદારનાથ) પર પ્રલય આવે એ માટે હું પણ જાપ કરીશ.

વિશ્વ હિન્દુ પરિષદના તમામ સભ્યોનું કહેવું છે કે એક કુદરતી હોનારતને આ પ્રકારે પ્રેમ સાથે જોડવાનો અર્થ એક જ છે કે લોકો વચ્ચે ખોટો સંદેશ ફેલાશે, જેનો અમે વિરોધ કરીએ છીએ.

(2:46 pm IST)