Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

લોકોને અફવાઓ ફેલાવવામાં જ રસ છેઃ શ્વેતા

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી આજે પણ એવી જ ખુબસુરત અને યુવાન લાગે છે જેવી એ ત્યારે લાગતી હતી જ્યારે ટીવી દુનિયામાં એન્ટ્રી કરી હતી. તેણે ટીવી પરદે પોતાની અલગ જ ઓળખ ઉભી કરી છે. તેની દિકરી પલક પણ મોટી થઇ ગઇ છે અને ટુંક સમયમાં બોલીવૂડમાં એન્ટ્રી કરવાની છે. પલક એ શ્વેતા અને તેના પહેલા પતિ રાજા ચોૈધરીની દિકરી છે. રાજા સાથે છુટાછેડા પછી શ્વેતાએ અભિનય કોહલી સાથે લગ્ન કર્યા હતાં. બંનેને એક દિકરો પણ છે. પરંતુ હાલમાં શ્વેતા એકાદ વર્ષથી અભિનવથી પણ અલગ રહેવા માંડી છે. આ અંગે કારણ જણાવતાં શ્વેતાએ કહ્યું હતું કે લોકોને બસ અફવાઓ ફેલાવવામાં જ રસ છે. અભિનય હાલમાં તેના માતા-પિતા સાથે બેંગ્લોર રહે છે. તે જ્યારે પ્રેગનન્ટ હતી ત્યારે જ અભિનવના પિતાનું અવસાન થયું હતું. ત્યારથી અભિનવ બેંગ્લોરમાં વધુ રહે છે. અભિનવ તેના પિતાના બધા કામ પુરા કરીને માતાને સાથે લઇને મુંબઇ પરત આવશે.

(10:49 am IST)