Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ડેનીનો દિકરો બોલીવૂડમાં કરશે જોરદાર એન્ટ્રી

એકશન થ્રિલર ફિલ્મ માટે તૈયારી

બોલીવૂડમાં સમયાંતરે કોઇને કોઇ સ્ટારનું સંતાન અભિનય ક્ષેત્રે પગલા માંડતુ રહે છે. તેમાં વધુ એકનો ઉમેરો થવા જઇ રહ્યો છે. બોલીવૂડના જબરદસ્ત અભિનેતાઓ પૈકીના એક ડેની ડેન્ઝોગ્પાનો પુત્ર રિનજિંગ પણ બોલીવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે. રિનજિંગની પહેલી જ ફિલ્મ એકશન-થ્રિલર જોનરની છે. આ ફિલ્મનું નામ 'સ્કવોડ' રખાયું છે. આ ફિલ્મનું શુટીંગ એપ્રિલ-૨૦૧૯માં શરૂ થશે.  ડેનીએ કહ્યું હતું કે મારો દિકરો પણ ફિલ્મમાં આવી રહ્યો છે તે વાત સાચી છે. મને ખુશી છે કે તેણે અંતે આ નિર્ણય લીધો છે. મારા અને મારા પરિવાર માટે આ ગોૈરવની બાબત છે. જો કે રિનજિંગને આ ક્ષેત્રમાં સફળ થવા અનહદ મહેનત કરવી પડશે. તેને પ્રારંભે જ ખુબ સારી એકશન થ્રિલર ફિલ્મ મળી છે તેનો ફાયદો જરૂર થશે. જો કે હજુ હિરોઇન નક્કી થઇ નથી. રિનજિંગે કહ્યું હતું કે મેં સ્ક્રિપ્ટ વાંચી છે અને તે જોતાં આ મારા લોન્ચીંગ માટે આ જોરદાર ફિલ્મ છે. હું દરરોજ બે કલાક તાલિમ લઇ રહ્યો છું.

 

(10:46 am IST)