Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

દિકરી સારાના વખાણ કર્યા સૈફ અલી ખાને

સૈફ અલી ખાન અને અમૃતાસિંહની દિકરી સારા અલી ખાને બોલીવૂડમાં એન્ટ્રી કરતાની સાથે જ ઓળખ ઉભી કરી લીધી છે અને એક પછી એક મોટી ફિલ્મો કરી રહી છે. ગયા વર્ષે કેદારનાથ ફિલ્મથી કારકિર્દી શરૂ કરનાર સારા મજબુતીથી કારકિર્દી આગળ ધપાવી રહી છે. તેની આગામી ફિલ્મો પણ ખુબ દિલચશ્પ છે. તાજેતરમાં પિતા સૈફ અલી ખાને સારાની અભિનય કારકિર્દી વિશે જણાવ્યું હતું. સૈફે કહ્યું હતું કે કેદારનાથમાં સારાનું કામ મને ખુબ જ ગમ્યું હતું. જે રીતે સારા પોતાના રોલ પસંદ કરી રહી છે તે ખુબ સારુ કરી રહી છે. સ્ટાર બનવા છતાં મારી દિકરીના પગ જમીન પર જ છે તે ખુબ સારી બાબત છે. તેનામાં સ્ટાર જેવા નખરા નથી આવ્યા તેનાથી હું ખુશ છું. સારાએ કેદારનાથ પછી રણવીરસિંહ સાથે સિમ્બા કરી હતી. હવે પછી તે કૂલી નંબર વનની રિમેકમાં વરૂણ ધવન સાથે કામ કરી રહી છે. આ ઉપરાંત લવ આજકલ-૨ પણ આવી રહી છે.

(10:08 am IST)