Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

હૃદયસ્પર્શી કહાની ધરાવતી સિરીઝમાં કાજોલને રોલ

અભિનેતા અજય દેવગણ અને તેની પત્નિ કાજોલ પણ હવે ડિજીટલ પ્લેટફોર્મ પર આવી રહ્યા છે. નેટફિલકસની આગામી ફિલ્મ ત્રિભંગમાં કાજલઅભિનય કરવાની છે. અજય દેવગણ આ ફિલ્મને પ્રોડ્યુસ પણ કરી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશક હમ આપકે હૈ કોૈન ફેઇમ અભિનેત્રી રેણુકા શહાણે નિર્દેશીત કરશે. ફિલ્મમાં કાજોલ સાથે તન્વી આઝમી અને મિથિલા પાલકર પણ છે. ત્રિભંગની કહાની મુંબઇના એક પરિવારની  ત્રણ પેઢી પર આધારીત છે. કહાનીની શરૂઆત ૧૯૮૦થી થશે અને આજના સમયમાં પુરી થશે. હૃદયસ્પર્શી એવી આ કહાનીમાં રોજબરોજની જિંદગીમાં પરિવારના મહત્વને દેખાડવામાં આવશે. રેણેકાએ કહ્યું હતું કે ત્રિભંગનું નિર્દેશન કરવાની તક મળતાં હું ખુબ ઉત્સાહિત છું. મારા માટે નેટફિલકસ પર કામ કરવાની આ ખુબ સારી તક છે. સોૈથી સારી વાત એ છે કે આ ફિલ્મ સમગ્ર દુનિયામાં એક જ દિવસે રિલીઝ થશે. અજયએ પણ નેટફિલકસ સાથે જોડાઇને પોતે ખુશ હોવાનું કહ્યું હતું. ફિલ્મની રિલીઝ તારીખ હવે પછી જાહેર થશે.

 

(10:08 am IST)