Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

અમિતે શરૂ કર્યુ નવી સિરીઝનું શુટીંગ

અમિત સાધ અભિનયની દુનિયામાં હવે જાણીતું નામ બની ગયો છે. ફિલ્મો અને ટીવી શો પછી હવે તે વેબ સિરીઝનો ખુબ જાણીતો ચહેરો બની ગયો છે. એક પછી એક હિટ સિરીઝ તેને સતત મળી રહી છે. હવે તે ઝીફાઇવની વેબ સિરીઝ ઝીદમાં કામ કરી રહ્યો છે. એકશનથી ભરપુર આ વોર સિરીઝ છે. તાજેતરમાં અમિતે શુટીંગ શરૂ થયું તે સાથે કલેપ બોર્ડનો અને પોતાનો ફોટો સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યો હતો. તેમાં કેપ્શનમાં તમારા સોૈના પ્રેમ અને આશિર્વાદથી અમે શુટીંગ શરૂ કર્યુ છે, અમે સાવધાની પણ રાખી રહ્યા છીએ...તેવી વાત લખી છે. અમિતે પોતાની સમગ્ર ટીમનો પણ આભાર માન્યો છે. તેમજ પોતે થોડો સમય સોશિયલ મિડીયાથી દુર શા માટે હતો તેનો પણ ખુલાસો કર્યો છે. તે ઝીદના કેટલાક સિન્સની તૈયારીને કારણે સોશિયલ મિડીયા પરથી ગાયબ હોવાનું તેણે કહ્યું હતું. અમિત અગાઉ ઉરી સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી અવરોધમાં આર્મી ઓફિસરના રોલમાં જોવા મળ્યો હતો. ઝીદમાં પણ તેનો રોલ આવો જ છે. નિર્દેશન વિશાલ મંગલોરકર કરી રહ્યા છે. અમિત સાથે અમૃતા પુરી અને સુશાંત સિંહ પણ ખાસ રોલમાં છે.

 

(9:53 am IST)