Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ગણપતિની મુર્તિના વિસર્જન સમયે નીલ નીતિન મુકેશ સહિત આખો પરવાર એક ડ્રેસકોડમાં જોવા મળ્યાઃ બાઇપાસ રોડ ફિલ્મો પ્રચાર

નવી દિલ્હી : ગુરુવારે મુંબઈ સહિત આખા દેશમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું. એક્ટર નીલ નીતિન મુકેશના ગણપતિનું પણ વિસર્જન કરવામાં આવ્યું. આ સમયે તેની સાથે તેની દીકરી નુરવી પણ જોવા મળી હતી.

આ વિસર્જન વખતે નીલનો સમગ્ર પરિવાર એક ડ્રેસ કોડમાં જોવા મળ્યો હતો. આ પરિવારે બ્લેક ટી શર્ટ પહેર્યું હતું જેની પર લખ્યું હતું 'બાઇપાસ રોડ'. હકીકતમાં આ નીલની આગામી ફિલ્મ છે જેને નીલનો ભાઈ જ પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી રહ્યો છે. નીલના પરિવારે આ રીતે ફિલ્મનું પ્રમોશન પણ કરી લીધું હતું.

આ વર્ષે ગણપતિ બાપ્પા નીલ માટે અનેક સારા સમાચાર લાવ્યા છે. નીલની લેટેસ્ટ ફિલ્મ સાહો દુનિયામાં 300 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી ચૂકી છે. આ ફિલ્મે માત્ર હિન્દીમાં જ 90 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી છે.

(5:27 pm IST)
  • બુમરાહ અને રબાડા વચ્ચેની ટક્કર ક્રિકેટપ્રેમીઓ માટે હશે દિવાલી ધમાકા : આવતા મહિને ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સીરીઝમાં આ બંને કમાલના યુવા પેસ બોલરોના પર્ફોર્મન્સ પર રહેશે નજર access_time 2:02 pm IST

  • દંડમાં વધારા બાદ માર્ગો બહેતર થયા : અરવિંદ કેજરીવાલ ફરી કેન્દ્રની પડખે : અરવિંદ કેજરીવાલે કેન્દ્રના મોટર વ્હીકલ કાયદાની પ્રશંસા કરી, કહ્યું - નવા કાયદાએ દિલ્હીમાં ટ્રાફીકની સ્થિતિ સુધારી access_time 11:24 am IST

  • ઇડીનો ધડાકોઃ ડી.કે. શિવકુમાર, સાથીઓ પાસે ૩૧૭ બેંક ખાતાઃ ૮૦૦ કરોડની બેનામી સંપતિ : કોંગી નેતા ડી.કે. શિવકુમાર તેમના પરિવારના સભ્યોના ર૦ વિવિધ બેંકોમાં ૩૧૭ બેંક ખાતા છેઃ ઇડીનો દાવો છે કે ર૦૦ કરોડની મની લોન્ડ્રીંગનો ખુલાસોઃ કોંગ્રેસના નેતાના નામ પર ૮૦૦ કરોડની બેનામી સંપત્તિ છે. access_time 3:34 pm IST