Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ફિલ્મ વોરમાં વાણી કપૂરનો નાનકડો રોલ

મુંબઇ:  સિદ્ધાર્થ આનંદની આગામી ફિલ્મમાં વાણી કપૂર નાનકડું પણ મહત્વનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મમાં હૃતિક રોશન તેમજ ટાઇગર શ્રોફ પણ કામ કરી રહ્યા છે.'' વાણીનું પાત્ર નાનું પણ મહત્વનું હશે. જોકે આ પાત્રની મહત્વતા તો ફિલ્મ રીલીઝ સુધી રાહ જોવી પડશે. તેનું પાત્ર અને અભિનય દર્શકોને પ્રભાવિત કરી જશે, તેમ સિદ્ધાર્થ આનંદ જેણાવ્યું હતું. વાણીએ બોલીવૂડમાં ' શુદ્ધ દેસી રોમાન્સ' ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે આ ફિલ્મમાં તે દર્શકોને પ્રભાવિત કરી શકી નહોતી. '' વાણી હજી પણ બોલીવૂડમાં ન્યુકમર છે. ફિલ્મના પાત્ર માટે વાણીને વજન ઘટાડવાની સલાહ આપવામાં આવી નહોતી. હું તેને મળ્યો ત્યારે તે પાત્રને અનુરૂપ સુપર ફિટ લાગતી હતી, '' તેમ સિદ્ધાર્થ આનંદે વધુમાં જણાવ્યું હતું. 

(4:59 pm IST)