Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા: આયુષ્માન ખુરાના

મુંબઇ: હોનહાર અભિનેતા ગાયક આયુષમાન ખુરાનાનો આજે બર્થ ડે છે. આ કલાકાર આજે ૩૪ વર્ષનો થયો. ચંડીગઢથી મુંબઇ કામની શોધમાં આવેલા આ અભિનેતાએ અત્યાર સુધીમાં મોટે ભાગે બિનપરંપરાગત ફિલ્મો કરી છે.આયુષમાનની ફિલ્મોગ્રાફી જોઇએ તો નિઃસંતાન દંપતી માટે વીર્યદાન અને વીર્યબેંકની કથા કહેતી વીકી ડોનર, સતત ટેન્શનમાં જીવતા પુરુષને નડતી ઇરેેક્ટાઇલ ડિસફંક્શનની તકલીફની વાત કરતી ફિલ્મ શુભ મંગલ સાવધાન અને હવે મોટી વયના દંપતીને ત્યાં ફરી પારણું બંધાવાની શક્યતાના પગલે પરિવારમાં પ્રવર્તતી રમૂજી પરિસ્થિતિની વાત કરતી ફિલ્મ બધાઇ હો લઇને આયુષમાન આવી રહ્યો છે. એ એક સારો ગાયક પણ છે અને અત્યાર સુધીમાં એના બે સિંગલ આલ્બમ પણ રિલિઝ થઇ ચૂક્યા છે.  આયુષમાન સ્કૂલમાં ભણતો હતો ત્યારે બારમા ધોરણના ટયુશન ક્લાસમાં પરિચય થયો એ યુવતી તાહિરા કાશ્યપ જોડે એણે લગ્ન કર્યાં છે અને બંનેનું સુખી લગ્નજીવન છે.  સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા બાદ બંનેએ માસ કોમ્યુનિકેશનો કોર્સ જોઇન્ટ કર્યો. એ પૂરું કરતાં કરતાં બંનેને નાટકોમાં રસ પડયો અને એક જ નાટય મંડળીમાં બંને જોડાયાં હતા. ૨૦૧૧ના નવેંબરમાં બંનેએ સાદગીથી લગ્ન કર્યાં હતાં.

(5:02 pm IST)
  • જામનગરમાં તારમામદ સોસાયટીમાં હુમલો કરીને લૂંટ :દસ શખ્સોએ ચાર યુવાનની કારને આંતરી કર્યો હુમલો:ત્રણ લાખની રોકડ અને એક સોનાના ચેઇનની લૂંટ:કારમાં તોડફોડ, ચારેય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા:પોલીસ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચી:જૂની અદાવતમાં માથાકૂટ થયાનું પ્રાથમિક તારણ : પોલીસ તપાસ શરૂ access_time 9:19 pm IST

  • જૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા :વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું access_time 1:07 am IST

  • પોલીસના જાપ્તામાંથી 3 આરોપી ફરાર :વાપીની ડુંગરા પોલીસના જાપ્તામાંથી આરોપીઓ નાશી ગયા : આરોપીઓને કોર્ટમાં લઈ જતા કોર્ટ પરિસરમાં જ જીપમાંથી કૂદીને થયા ફરાર: ચોરીના ગુનામાં પોલીસના હાથે ઝડપાયા હતા:ફરાર આરોપીઓને શોધવા જિલ્લાભરની પોલીસ દોડતી access_time 11:27 pm IST