Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

યામી ગૌતમે ફિલ્મ 'ઉરી'માટે વાળ ટૂંકા કર્યા

મુંબઇ: હોનહાર અભિનેત્રી યામી ગૌતમે પોતાની આગામી ફિલ્મના પાત્ર માટે પોતાના લાંબા વાળ કપાવીને ટૂંકા કરાવી નાખ્યા હોવાની માહિતી મળી હતી.પાકિસ્તાની લશ્કરના જવાનો અને આતંકવાદીઓએ રાતના અંધકારમાં ઊંઘી રહેલા ભારતીય સૈનિકોની નિર્દયી હત્યા કર્યા બાદ ભારતીય લશ્કરે પાક કબજા હેઠળના કશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદી તાલીમશિબિરો પર ૨૦૧૬ના ઉત્તરાર્ધમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇકની કથા ધરાવતી ઊરી ફિલ્મમાં યામી ગૌતમ એક ગુપ્તચર મહિલાનો રોલ કરી રહી છે.એણે કહ્યું કે અત્યાર સુધી હું મારા લાંબા વાળની ખૂબ કાળજી લેતી હતી. (યામી એક પ્રતિષ્ઠિત હેર ઓઇલની બ્રાન્ડ એમ્બેસેડર છે) પરંતુ મને ડાયરેક્ટરે કહ્યં કે ઇન્ટેલિજન્સ ઑફિસર લાંબા વાળ રાખે નહીં કારણ કે ક્યારેક લાંબા વાળ એને માટે મુશ્કેલી સર્જી શકે. એટલે તું વાળ ટ્રીમ કરાવી નાખ. ડાયરેક્ટરના સૂચનને સ્વીકારીને મેં કમને વાળ ટૂંકા કરાવી નાખ્યા.એણે કહ્યં કે રોલ માટે ડાયરેક્ટર કહે એ રીતે ફેરફાર કરવા જરૃરી બની રહે છે. જો કે હું આ ફિલ્મનં કામ પતી જાય ત્યારબાદ ફરી મારા વાળ લાંબા થઇ જાય એ માટે ભરપુર પ્રયાસો કરીશ.

(5:01 pm IST)
  • દ્વારકા:મીઠાપુરના દરિયાઇ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:ગાયોના મારણ કરાયાનું પણ સામે આવ્યું:દીપડાના પગના નિશાનો પણ દેખાયા:ટાટા કેમિકલ્સ દ્વારા નોટિસ પણ લાગડાઈ access_time 11:49 pm IST

  • નવાઝ શરીફના પત્ની કુલસુમને 'સુપુર્દે ખાક' કરાયા :જનાજામાં હજારો લોકો સામેલ થયા: પાક.ના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં પત્ની કુલસુમનું મંગળવારે ગળાના કેન્સર સામે એક વર્ષ લાંબી લડાઈ બાદ લંડનમાં નિધન થયું હતું access_time 1:04 am IST

  • વડોદરાના મુસ્લિમ યુવાને માચિસની 12 હજાર સળીથી બનાવી:ગણેશજીની અનોખી મૂર્તિ: હુસેનખાન પઠાણ માત્ર ચોથું ધોરણ ભણેલો:દેશમાં કોમી-એક્તાનો સંદેશો પાઠવવા માટે મૂર્તિ બનાવાઈ :માચિસની સળીઓ વડે ગણેશની 2.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી access_time 1:06 am IST