Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

દિવસની શરૂઆત આવી જ કિક એક્સરસાઇઝથી થવી જોઇએ : દિશા પટ્ટણી

નવી દિલ્હીઃ બોલીવુડમાં એમએસ ધોનીની બાયોપિકથી એન્ટ્રી કરનારી અભિનેત્રી દિશા પટની સતત ચર્ચામાં રહે છે. દિશા જેટલી સુંદર છે તેનાથી વધુ તે પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે. દિશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફિટનેસ ટ્રેનિંગનો વીડિયો શેર કર્યો છે, જેને જોઈને યૂઝરોએ ફની કોમેન્ટ કરી છે. મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેનારી દિશા થોડા સમયથી ટાઇગર શ્રોફ સાથે બ્રેકઅપને લઈને ચર્ચામાં છવાયેલી છે.

દિશાએ પોતાના વીડિયોને શેર કરતા લખ્યું કે, દિવસની શરૂઆત આવી કિક એસ થવી જોઈએ. દિશાએ વીડિયો પોસ્ટ કરતા યૂઝરોએ કોમેન્ટ કરવાની શરૂ કરી દીધી હતી. એક ફેને લખ્યું કે ટાઇગર શ્રોફની સંગતનો કમાલ છે તો એક યૂઝરે લખ્યું કે, વન્ડર ગર્લ.

મહત્નવું છે કે ટાઇગર શ્રોફ અને દિશા પટનીએ છોડા દિવસ પહેલા બ્રેકઅપ કર્યું હતું. ત્યારબાદ ટાઇગર શ્રોફે પ્રથમવાર દિશાની સાથે ડેટિંગને લઈને ખુલીને વાત કરી હતી. ટાઇગર સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણો એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સને અપડેટ આપતો રહે છે. ટાઇગરે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટેટ્સમાં ઘણા લોકોના સવાલોનો જવાબ આપ્યો જેમાં એક યૂઝરે સવાલ કર્યો હતો કે શું તે દિશાને ડેટ કરી રહ્યો છે? તેના જવાબમાં ટાઇગરે લખ્યું, મારી ઓકાત નથી ભાઈ.

(5:14 pm IST)
  • અમિતભાઇ શાહ સાંજે કાશ્મીર જવા રવાના થશે : ૩૭૦મી કલમ નાબુદ કર્યા પછી દેશના ગૃહમંત્રી પ્રથમ વખત શ્રીનગર જઇ રહયા છેઃ ૧૬મીએ દિલ્હી પરત ફરશે access_time 1:15 pm IST

  • અયોધ્યા કેસ મુદે સુપ્રિમમા સુનાવણી ચાલુ : બાબરના આદેશથી રામમંદિર તોડી પડાયાના પુરાવા છે? સુપ્રિમનો સવાલ : ૫ ઓગષ્ટથી શરૂ થયેલી આ સુનાવણીનો આજે ૬ઠો દિવસ છેઃ ગઇકાલની સુનાવણીમાં રામલલ્લા પક્ષના વકીલે તેમની દલીલો રાખી આજે પણ તેઓ જ તેમની વાત પર આગળ વધી રહયા છેઃ આ દરમિયાન કોર્ટે એકવાર ફરી રામલલ્લા પક્ષ પાસેથી જન્મભૂમિ પર કબ્જાના પુરાવા માંગ્યા હતા access_time 1:13 pm IST

  • અમિત શાહના નેતૃત્વનાં ત્રણ રાજયોમાં ચુંટણી યોજાશે : ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણા બીજેપીની દ્રષ્ટિએ ખુબજ અગત્યના access_time 4:19 pm IST