Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

આલિયા ભટ્ટનો નવો પંજાબી મ્યુજિક વિડીયો 'પ્રાડા' આવ્યો સામે

મુંબઈ: આલિયા ભટ્ટ અને પંજાબી સિંગર ધ ટેલિસ્કોપનો નવો મ્યુઝિક વીડિયો 'પ્રાડા'રિલીઝ થયો છે. આ ગીત રિલીઝ થતાની સાથે જ યુટ્યુબ પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ ગીતને ગાયક-રેપર્સ ટેલિસ્કોપ અને શ્રેયા શર્માએ તેમના અવાજોથી શણગારેલું છે. ટેલિસ્કોપે પણ તેની રચના કરી છે અને લખી છે.આલિયાએ તેના ટ્વિટર હેન્ડલ પર આ ગીત શેર કર્યું હતું અને લખ્યું હતું કે, "ધ પ્રદા ગીત બહાર છે". આ ગીતને ટૂંક સમયમાં જ યુટ્યુબ પર લાખો વ્યુ મળ્યા છે.

(5:07 pm IST)
  • વિખ્યાત ગાયિકા કિંજલ દવેએ સુઇગામ નડાબેટ ખાતે બીએસએફના જવાનોને રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બાંધીને ઉજવ્યો હતો. access_time 12:22 am IST

  • પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા સમિતિઓને આવકવેરા વિભાગે નોટિસો ફટકારી ;તૃણમૂલ કોંગ્રેસે ધરણા શરુ કર્યા ;દુર્ગા પૂજા સમિતિઓને નોટિસ મોકલવાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા મધ્ય કોલકાતામાં આઠ કલાકના ધરણા access_time 1:10 am IST

  • અરવલ્લી-દાહોદ-મહિસાગરમાં આવતીકાલે ગુરૂવારે અને શુક્રવારે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી : ઓડીશા અને બંગાળ ઉપર લો-પ્રેશર બંગાળ ઉપર લો પ્રેશર બનતા ભારે વરસાદની સંભાવના : આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં પણ અતિ ભારે વરસાદ પડવા ચેતવણી અપાયેલ છે : કચ્છ - સૌરાષ્ટ્રમાં આ સમય દરમિયાન સામાન્ય - મધ્યમ વરસાદ રહેવા સંભવ : દક્ષિણ - મધ્ય ગુજરાતમાં ૨ દિવસ સામાન્ય વરસાદ રહેશે : માછીમારોને દરિયો નહિં ખેડવા તાકીદ કરાયેલ છે access_time 4:17 pm IST