Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

સાહોમાં શ્રધ્ધા કપૂરના પણ જબરદસ્ત સ્ટંટ

સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને બોલીવૂડની બ્યુટી કવીન શ્રધ્ધા કપૂરની ફિલ્મ સાહોની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રધ્ધા પણ જબરદસ્ત એકશન કરતી જોવા મળવાની છે. ટ્રેલરને અત્યાર સુધીમાં દોઢ કરોડ લોકો જોઇ ચુકયા છે. સાહોમાં પ્રભાસ અને શ્રધ્ધાની લવસ્ટોરી ઉપરાંત એકશન સિન પણ ખુબ ચર્ચામાં છે. બાહુબલી પછી પ્રભાસ ફરીથી બોલીવૂડમાં જોવા મળવાનો છે. આ ફિલ્મ પહેલા તો ૧૫મી ઓગષ્ટે રિલીઝ થવાની હતી. પરંતુ અક્ષય અને જોનની બે ફિલ્મો રિલીઝ થતી હોઇ સાહો ૩૦મી ઓગષ્ટે રિલીઝ કરવાનું નક્કી કરાયું હતું. ફિલ્મમાં ભરપુર એકશન-થ્રિલર છે. આ કારણે ચાહકો રિલીઝ થવાની ખુબ રાહ જોઇ રહ્યા છે.    પ્રભાસ, શ્રધ્ધા સાથે નિલ નિતીન મુકેશ, ચંકી પાંડે, મહેશ માંજરેકર, જૈકી શ્રોફ, મંદિરા બેદી, અરૂણ વિજય, મુરલી શર્મા પણ મહત્વના રોલમાં છે. હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં ભાષામાં પણ ફિલ્મ બનાવાઇ છે.  

 

(10:03 am IST)