Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

હિના ખાન નહીં પણ આ એક્ટ્રેસ ભજવશે 'કોમોલિક'નો રોલ

મુંબઈએકતા કપૂરના પોપ્યુલર ટીવી શો કસોટી જિંદગી કી ફરી એકવાર ઓન એયર થવાની છે તે પણ નવા અંદાજમાં નવા કલાકરો સાથે. ત્યારે એકતા કપૂરે તેના ફેન્સ ને એક નવા સમાચાર આપતા કહ્યું છે કે કોમોલિકનું પાત્ર કોણ ભજવવાનું છે પહેલા એવી વાત સામે આવી હતી કે હિના ખાન કોમોલિકના પાત્રમાં નજરે પડવાની છે પણ એકતા કપૂરે તાજેતરમાં સોશિયલ મીડિયા પર શેયર કરેલ એક તસ્વીરમાં કોમોલિકના પાત્ર અંગે ખુલાસો કર્યો છે અને રોલ કોણ ભજવવાનું છે તેની પણ વાત ફેન્સને જણાવી છે. એકતા કપૂરે ફોટોના કેપશનમાં લખ્યું છે કે કસોટી જિંદગીકા કોમોલિકનું પાત્ર ક્રિસ્ટલ ડિસૂજા ભજવવાની છે.

(3:52 pm IST)