Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

'પલટન'નું ટાઇટલ ટ્રેક થયું રિલીઝ: દેશભક્તિની ભાવનાથી ભરપૂર છે આ ગીત

મુંબઈ: બૉલીવુડ એક્ટર અર્જુન રામપાલની ફિલ્મ પ્લાટનનું ટાઇટલ ટ્રેક તાજેતરમાં રિલીઝ થયું છે. પલટનના ટાઇટલ ગીતમાં ભારતીય સેનાના દેશભક્તિના જજબાને જોઈ શકાય છે. ગીતમાં રાષ્ટ્રગીત વંદે માતરમને પણ લેવામાં આવ્યું છે. ગીતમાં બતાવવામાં આવ્યું છે ભારતીય સેનાએ એક બીજાને સહયોગ આપીને દેશની રક્ષા કરવા માટે હમેશા તૈયાર હોય છે. ગીતના શબ્દો જાવેદ અખ્તરના છે અને દિવ્ય કુમાર, ઈરફાન આર્દશane ખુદા બખસ જેવા ગાયકોએ અવાજ આપ્યો છે. ફિલ્મમાં જૈકી શ્રોફ, સોનુ સુદ, અર્જુન રામપાલ, ગુમિત ચૌધરી, હર્ષવર્ધન રાણે, સિધાર્થ કપૂર જેવા કલાકરો જોવા મળે છે.

(3:51 pm IST)