Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

'હેલીકૉપટર ઈલા'નું નવું સોન્ગ 'મમ્મા કી પરછાઇ'થયું રિલીઝ

મુંબઈ: બોલીવું અભિનેત્રી કાજોલની આગામી ફિલ્મ હેલીકૉપટર ઈલાનું નવું સોન્ગ મમ્મા કી પરછાઇ રિલીઝ કરવામાં આવ્યું છે. સોન્ગમાં કાજોલ પોતાના પુત્રના સાથે દરેક પળે સાથ આપતી જોવા મળે છે કાજોલ પુત્ર માટે એટલી બધી પ્રોક્ટિવિટી કરતી જોવા મળે છે કે તેના પુત્રને માતાના આવા વર્તનથી ગુસ્સો પણ આવી જાય છે સૉન્ગને અમિત ત્રિવેદીએ કમ્પોઝ કર્યું અને રોનિત સરકારે ગાયું છે. ફિલ્મ એક સિંગલ મધરની કહાની છે. જે સોન્ગ દ્વારા જાણી શકાય છે. ફિલ્મ 7 સપ્ટેમ્બરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(3:51 pm IST)