Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

દીપિકા-રણવીરના લગ્નની તારીખ થઇ ગઇ નક્કી, સ્થળ પણ ફાઇનલ

મુંબળ, તા.૧૪: ઘણાં સમયથી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની ચર્ચા થઇ રહી છે. જોકે આ બંન્નેમાંથી કોઇએ પણ આ અંગે કંઇ કીધું નથી. હાલમાં જ દીપિકા અને રણવીરે પોતાના લગ્નની તારીખ નક્કી કરી લીધી છે. આ સાથે તેમની લગ્નમાં આવનારા મહેમાનોનું લિસ્ટ પણ સામે આવી ગયું છે.

થોડા સમય પહેલા સમાચાર હતાં કે દીપિકા રણવીરે પોતાના પરિવારવાળા સાથે સગાઇ કરી લીધી છે. જે પછી ખબર આવી હતી કે અનુષ્કા શર્મા અને વિરાટની જેમ જ તેઓ પણ ઇટલીમાં લગ્ન કરશે.

હવે ફિલ્મફેરના એક રિપોર્ટ પ્રમાણે દીપિકા-રણવીરે પોતાના લગ્નની તારીખ ૨૦ નવેમ્બર નક્કી કરી છે. આ જાણકારી દીપિકા અને રણવીરના સૂત્રો પાસેથી મળી છે. હવે ફિલ્મફેરના એક રિપોર્ટ પ્રમાણે દીપિકા-રણવીરે પોતાના લગ્નની તારીખ ૨૦ નવેમ્બર નક્કી કરી છે. આ જાણકારી દીપિકા અને રણવીરના સૂત્રો પાસેથી મળી છે.

મહેમાનોની યાદી માટે કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં તેમના નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજર રહેશે. લગ્નમાં આશરે ૩૦ જેટલા લોકો આવવાની આશા છે.

જો લગ્ન સ્થળની વાત કરવામાં આવે તો ઇટલી બંન્નેનું ફેવરેટ સ્થળ છે. જો લગ્ન સ્થળની વાત કરવામાં આવે તો ઇટલી બંન્નેનું ફેવરેટ સ્થળ છે.

લગ્ન પછી ભારતમાં બે રિસેપ્શન આપવામાં આવશે. એક મુંબઇમાં યોજાશે અને બીજું દીપિકાના હોમ ટાઉન બેંગ્લોરમાં યોજાશે.(૨૩.૧૨)

(3:24 pm IST)