Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

દિપીકાની ઇચ્છા અંતે પુરી થશે

સલમાન ખાન અને દિપીકા પાદુકોણની જોડી હજુ સુધી ફિલ્મી પરદે આવી નથી. દિપીકાએ પણ અનેક વખત કહ્યું છે કે તે સલમાન ખાન સાથે ફિલ્મ કરવા ઇચ્છે છે. જો કે અમુક વખત રોલ દમદાર નહિ હોવાથી દિપીકા તૈયાર થઇ નહોતી. પણ હવે સંજય લીલા ભણશાલી દિપીકા અને સલમાનને લઇને ફિલ્મ બનાવશે. દિપીકાએ સંજય લીલા સાથે મળીને ગોલીયો કી રાસલીલા-રામલીલા, બાજીરાવ મસ્તાની, પદ્માવત જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. હવે સંજયની 'ઇંશા અલ્લાહ' નામની ફિલ્મમાં સલમાન અને દિપીકા સાથે કામ કરશે. આ ટાઇટલ રજીસ્ટર્ડ થઇ ચુકયું છે. સલમાનને પણ સ્ક્રિપ્ટ ગમી છે. જો કે તે હાલમાં ભારત અને દબંગ-૩ના કામમાં વ્યસ્ત છે. આ પછી તે સંજયના પ્રોજેકટ સાથે જોડાશે. આમ દિપીકાની ઇચ્છા હવે પુરી થઇ જશે.

(9:49 am IST)