Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

જજમેન્ટલ હૈં ક્યા'ની ઈવેન્ટમાં મીડિયા ગેરહાજર કંગનાએ મોકલી લિગલ નોટિસ

મુંબઈ :'જજમેન્ટલ હૈ ક્યા'ની ગત ઇવેન્ટમાં રિપોર્ટર સાથે ગેરવર્તન કરનારી કંગના પર મીડિયાએ પ્રતિબંધ લગાવી દીધો છે. હાલમાં જ કંગના રનૌટે તેની ફિલ્મની એક ઇવેન્ટ કેન્સલ કરવી પડી. કારણ હતું આ ઇવેન્ટમાં મીડિયા તરફથી કોઇ જ હાજર રહ્યું ન હતું.

  ઇવેન્ટમાં કંગના રનૌટ અને એકતા કપૂર બંને હાજર હતાં. જોકે પત્રકારોએ કંગનાનો બોયકોટ કરવાનો નિર્ણય કર્યો હોવાથી કોઇ મીડિયા હાઉસે આ ઇવેન્ટમાં હાજર રહ્યું ન હતું. જે બાદ ઇવેન્ટમાં કોઇ મીડિયા વાળા ન પહોચ્યા તો ઇવેન્ટ કેસલ કરીને કંગના રનૌટ બીમાર હોવાનું બહાનું કાઢવામાં વ્યું છે.
આ ઘટના બાદ કંગનાના વકીલે પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા તથા એન્ટરટેઈન્મેન્ટ જર્નલિસ્ટ ગિલ્ડને નોટિસ પાઠવી છે. તે સાથે જ આ નોટિસમાં ડિમાન્ડ કરવામાં આવી છે કે એક્ટ્રેસ ઉપર થી બેન હટાવવો જોઇએ. આમ ન થયુ તો તેનાં ગંભીર પરિણામ પત્રકારોએ ભોગવવા પડશે.
આ પહેલાં જ કંગનાની બહેન રંગોલીએ તેની બહેનનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે, તે મીડિયા રિપોર્ટરની માફી નહીં માંગે અને તેણે મીડિયા રિપોર્ટર્સ વિશે ઘણાં એલફેલ શબ્દો પણ ઉચાર્યા હતાં.

(6:54 pm IST)