Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ફૂટબોલ કોચની ભૂમિકામાં નજરે પડશે અજય દેવગણ

મુંબઇ: અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણે વધુ એક ફિલ્મ સાઇન કરી હોવાની જાણકારી મળી હતી. ભારતીય ફૂટબૉલ ટીમના કોચ અને મેનેજર સૈયદ અબ્દુલ રહીમની બાયો-ફિલ્મ માટે અજયને સાઇન કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી હતી. સૈયદ અબ્દુલ રહીમ ૧૯૫૦થી ૧૯૬૩ સુધી ભારતીય ફૂટબૉલ ટીમના કોચ કમ મેનેજર રહી ચૂક્યા હતા અને તેમણે નેત્રદીપક કામગીરી બજાવી હતી. હવે તેમની બાયો-ફિલ્મનું પ્લાનિંગ થઇ રહ્યું હોવાની માહિતી મળી હતી. સૈયદ અબ્દુલ રહીમ આધુનિક ભારતીય ફૂટબૉલના જનક ગણાય છે. સલમાન ખાનની જેમ અત્યારે અજય પાસે પણ અડધો ડઝન ફિલ્મો છે અને એ આવતા બે ત્રણ વર્ષ સુધી બીઝી રહે એવું એનું સમય પત્રક છે. ટ્રેડ પંડિત તરણ આદર્શે ટ્વીટર પર લખ્યું હતું કે લેજંડરી ફૂટબૉલ કોચ કમ મેનેજર સૈયદ અબ્દુલ રહીમની બાયો-ફિલ્મમાં અજય દેવગણ હીરો તરીકે સાઇન થયો હતો. ઇટ્સ ઑફિશ્યલ...  ઝી સ્ટુડિયો, બોની કપૂર, આકાશ ચાવલા અને જોય સેનગુપ્તા એના સહનિર્માતા છે અને અમિત શર્મા એના ડાયરેક્ટર છે. આ ફિલ્મનું ટાઇટલ હજુ નક્કી થયું નથી. છેલ્લે અમિત શર્માએ તેવરનું ડાયરેક્શન કર્યું હતું.

 

 

(4:20 pm IST)