Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ફરીએકવાર પત્ની કાજોલ સાથે નજરે પડશે અજય દેવગણ

મુંબઇ:અજય દેવગણ હાલ એક પછીએક ફિલ્મ સાઇન કરતો જાય છે. હજી તો 'ચાણક્યનું પાત્ર ભજવવાનું ટ્વીટ કરીને જાણકારી આપી, ત્યાં તો વધુ એક બાયોપિકમાં મુખ્ય રોલ સાઇન કર્યો છે.અજયે ફુટબોલ કોચ સૈય્યદ અબ્દુલ રહીમની બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવશે. જેણે ૧૯૫૨માં પ્રથમ વખત મેલબોર્ન ઓલમ્પિકમાં કાંસક પદક જીતાડયો હતો.  એટલું જ નહીં પત્ની કાજોલ સાથેફરી રૃપેરી પડદે જોડી જમાવે તેવી પણ ચર્ચા છે. અજય દેવગણ મરાઠા યોદ્ધા 'તાનાજી પર બનનારી ફિલ્મમાં તાનાજીનું મુખ્ય પાત્ર ભજવવાનો છે. આ ફિલ્મમાં અજયની પત્ની તરીકે કાજોલને સાઇન કરાય તેવી ચર્ચા છે. કાજોલ મહારાષ્ટ્રિયન તોર-તરીકા સારી રીતે જાણે છે. તેથી આ પાત્રને યોગ્ય છે તેવું ફિલ્મ સર્જકને લાગી રહ્યું છે. કાજોલને પણ ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી છે. જોકે હજી તેણે ા ભૂમિકા ભજવવા માટે હા પાડી નથી. આ ફિલ્મના પેપરવર્ક, લેઆઉટ, ડિઝાઇનિંગ જેવી યોજનાઓ થઇ રહી છે. ફિલ્મ મેકર્સ મુંબઇની બહાર શૂટિંગ કરવા માટેની જગ્યા શોધી રહ્યા છે, તેમ સૂત્રે જણાવ્યું હતું. 'તાનાજી પરઆધારિત ફિલ્મ અજયદેવગણના હોમ પ્રોડકશન બેનર હેઠળ બનશે. આ ફિલ્મનું બજેટ રૃા. ૧૫૦ કરોડ નક્કી કરવામાં આવ્યું છે. આ ફિલ્મના નિર્માણમાં વીએફએક્સ ટેકનિકનો ભરપૂર સહારો લેવામાં આવશે.

 

 

(4:19 pm IST)