Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ઝિંદગી ના મિલેગી દોબારાનું રીયુનિયન

કેટરીના કૈફ ન્યુયોર્કમાં હતી ત્યારે 'ઝિંદગી ના મિલેગી દોબારા'નું રીયુનિયન થયું હતું. કેટરિના તેના એકસ-બોયફ્રેન્ડ સલમાન ખાન સાથે હાલમાં ટૂર કરી રહી છે. આ ટૂર દરમ્યાન ન્યુયોર્કમાં તેને ઝોયા અખ્તર, રીમા કાગતી અને કોસ્ચ્યુમ- ડિઝાઇનર અર્જુન ભસિન મળી ગયાં હતાં. તેમણે ચારેએ 'ઝિંદગી ના મિલેગી દોબારા'માં સાથે કામ કર્યુ હતું. આ ફોટો શેર કરતાંની સાથે કેટરિનાએ લખ્યું હતું કે'ઝિંદગી ના મિલેગી દોબારા' રીયુનિયન. (૧.૧૫)

(2:44 pm IST)