Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

સુહાનાનો ગ્લેમરસ લુકવાળો ફોટો થયો વાઇરલ

 મુંબઇઃ શાહરૂખ ખાનની દીકરી સુહાનાનો હાલમાં જ સોશ્યલ મીડિયા પર ફોટો વાઇરલ થયો છે. સુહાના જયારે પણ કોઇ ફોટો શેર કરે છે ત્યારે એ વાઇરલ થઇ જાય છે. ઘણી વાર તેના ફોટાને લઇને સોશ્યલ મીડિયા પર લોકો તેની ઝાટકણી પણ કાઢે છે. જો કે આ ફોટોમાં તે ખૂબ જ ગ્લેમરસ દેખાઇ રહી છે. સુહાનાએ રેડ પલાઝો અને વાઇટ ટોપ પહેર્યા છે. આ ફોટો તેની યુરોપ-ટૂરનો હોય એવું લાગી રહ્યું છે. કરણ જોહર હંમેશાથી સ્ટારકિડને લોન્ચ કરે છે અને એથી એવી શકયતા છે કે સુહાનાની ડેબ્યુ ફિલ્મ કરણ બનાવશે. જો કે ડેડી શાહરૂખે સુહાનાને પહેલાં પોતાનું ગ્રેજયુએશન પૂ રું કરવા કહ્યું છે. (૧.૧૭)

 

(2:43 pm IST)