Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

સાહિલ ખાને બે મહિલાઓ વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ

મુંબઇ: કસરતી કાયા ધરાવતા અભિનેતા સાહિલ ખાને મુંબઇ પોલીસમાં એક ફરિયાદ નોંધાવીને બે મહિલા સહિત કુલ ત્રણ જણ સામે પોતાને બદનામ કરી રહ્યા હોવાની રાવ કરી હતી.સાહિલે પોલીસને જણાવ્યા મુજબ એનો એક ફેક ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર ૨૩મી મેએ મૂકવામાં આવ્યો હતો અને એની સાથે ગંદી કેપ્શન પણ મૂકવામાં આવી હતી. આ ફોટોગ્રાફને બે મહિલાઓએ પોતાના એકાઉન્ટ પર શૅર કર્યો હતો અને આ યુવાન પુરુષ વેશ્યા છે એમ લખીને એની સાથે અશ્લીલ કોમેન્ટ પણ કરી હતી. શરૃમાં સાહિલે આ વાત પર ધ્યાન આપ્યું નહોતું. પરંતુ આ ફોટોગ્રાફ અને એની સાથેની ગંદી વાતો સતત ચાલુ રહેતાં સાહિલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આવી ફરિયાદ મળી હોવાના સમાચારને સમર્થન આપ્યું હતું. સાહિલ ખાને એક જાબિર અહમદ, જે કે પીટર અને કરણધીર આ કૌભાંડમાં સંડોવાયા હોવાનું પોલીસને કહ્યં હતું. એનો ફેક ફોટોગ્રાફ અને વેશ્યા તરીકેનો પરિચય છઠ્ઠી જૂન સુધી ઇન્સ્ટાગ્રામ પર રહ્યો હતો. 

(5:21 pm IST)