Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

'૮૩ ફિલ્મમાં કામ કરવાના દીપિકાએ ૧૪ કરોડ રૂપિયા લીધા?

ફિલ્મમાં રણવીરસિંહ ૧૯૮૩ની વર્લ્ડ કપ સ્પર્ધાની વિજેતા ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવનો રોલ કરશે અને દીપિકા કપિલના પત્ની રોમી ભાટિયા-દેવનો રોલ કરશે

મુંબઇ તા.૧૪: બોલીવુડ કલાકારો રણવીરસિંહ અને દિપીકા પદુકોણ રીયલ લાઇફ બાદ હવે રીલ લાઇફમાં પણ પતિ-પત્ની બનવાના છે.

લગ્ન કર્યા બાદ બંને કલાકાર '૮૩ ફિલ્મમાં સાથે કામ કરતા જોવા મળશે.' ૮૩ ફિલ્મ ૧૯૮૩માં ઇંગ્લેન્ડમાં રમાઇ ગયેલી ભારતની પુડેન્શિયલ વર્લ્ડ કપની શાનદાર, યાદગાર જીત પર આધારિત છે.

૮૩ ફિલ્મમાં રણવીર સિંહની પત્નીનો રોલ દિપિકા ભજવશે એની જાહેરાત થઇ ગઇ છે.

પણ હવે એક નવા સમાચારએ જાણવા મળ્યા છે કે દીપિકાએ આ ફિલ્મમાં કામ કરવા માટે રૂ.૧૪ કરોડનો ચાર્જ લીધો છે.

શરૂઆતમાં દીપિકાએ આ ફિલ્મમાં કામ કરવાની ઓફરમાં રસ લીધો નહોતો, પણ રણવીરના સમજાવવાથી અને ફીની રકમનો સ્વીકાર કરાયા બાદ એ તૈયાર થઇ છે.

દીપિકા ફિલ્મમાં નાની ભૂમિકા સાઇડ રોલ કરવા માટે તૈયાર નહોતી, પરંતુ ૮૩ ફિલ્મનો રોલ કરવા માટે રણવીરે અને મનાવી લીધી છે.

ફિલ્મમાં રણવીરસિંહ ૧૯૮૩ની વર્લ્ડ કપ સ્પર્ધાની વિજેતા ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવનો રોલ કરશે અને દીપિકા કપિલના પત્ની રોમી ભાટિયા-દેવનો રોલ કરશે.

રણવીર અને દીપિકા અભિનીત અને કબીર ખાન દિગ્દર્શિત '૮૩ ફિલ્મ ૨૦૨૦ની ૧૦ એપ્રિલે રિલીઝ થવાની છે.

દીપિકા સાથે રણવીરની આ ચોથી ફિલ્મ હશે. આ પહેલા બંને 'રામલીલા','બાજીરાવ મસ્તાની' અને પદ્માવત'માં કામ કરી ચૂકયા છે આ તમામ ફિલ્મના સર્જક હતા સંજય લીલા ભણસાલી. આ ત્રણેય ફિલ્મોમાં રણવીર અને દિપીકાના પાત્રો અંતમાં મૃતયુ પામતા બતાવવામાં આવ્યા છે, પણ ૮૩ ફિલ્મમાં બેઉને જીવતા બતાવવામાં આવશે.

દીપિકા હાલ મેઘના ગુલઝાર દિગ્દર્શિત 'છપાક' ફિલ્મમાં પણ કામ કરી રહી છે. એ ફિલ્મ ૨૦૨૦ની ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. 'છપાક'માં એ એસિડ હુમલાનો ભોગ બનેલી એક વિદ્યાર્થિનીનો રોલ કરી રહી છે.  

(3:41 pm IST)